Skip to main content
Settings Settings for Dark

વડોદરા : આરોગ્ય ટીમ દ્વારા સિનિયર સિટીઝન,બાળકો અને કોમોર્બિલીટી ધરાવતા લોકોના આરોગ્યનું સર્વેક્ષણ

Live TV

X
  • આઇઓસીએલ અને ગુજરાત રિફાઈનરી સાથે સંકલન કરીને લોહીમાં ઓકિસજનનું પ્રમાણ માપવામાં ખૂબ ઉપયોગી 500 પલ્સ ઓકિસમીટર અને શરીરનું તાપમાન માપવા માટેની 100 થર્મલ ગન મેળવી છે

    વડોદરા જિલ્લા વહીવટી તંત્રે આઇઓસીએલ અને ગુજરાત રિફાઈનરી સાથે સંકલન કરીને લોહીમાં ઓકિસજનનું પ્રમાણ માપવામાં ખૂબ ઉપયોગી 500 પલ્સ ઓકિસમીટર અને શરીરનું તાપમાન માપવા માટેની 100 થર્મલ ગન મેળવી છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ દ્વારા આ સાધનોનું સંલગ્ન વિભાગના કર્મીઓને વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતુ કે જિલ્લાનાં 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 4 નગર પાલિકામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ ફિલ્ડમાં આરોગ્ય સર્વેનું કામ કરતી આરોગ્ય ટીમો દ્વારા કોરોના સામે સાવચેતી રૂપે ગ્રામ વિસ્તારમાં ખાસ કરીને કો મોર્બિલીટી ધરાવતા લોકો,સિનિયર સિટીઝન અને બાળકોનું આરોગ્ય સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોક આરોગ્યની રક્ષામાં આ સાધનો ખૂબ ઉપયોગી બની રહેશે. આ ઉપરાંત ચોમાસામાં બચાવ અને રાહતનું કામ કરનારી એન. ડી.આર.એફ.એસ. ડી.આર.એફ.ઇત્યાદિ ની ટુકડીઓના ઉપયોગ માટે આ સાધનોનો જથ્થો અનામત રાખવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત રિફાઇનરીનાં ઇડી સુધીર કુમાર ઉપસ્થિત રહયા હતા.

X
apply