ડાંગમાં મચ્છરોના ઉપદ્રવને રોકવા આલ્ફાસાઇપર મેથ્રિન નામની દવાનો છંટકાવ
Live TV
-
ઘરે - ઘરે સર્વેલન્સ કરી લોકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ
કોરોનાના કહેર વચ્ચે હવે લોકોમાં બીજી કોઇ મચ્છરજન્ય બીમારીઓ ના ફેલાય તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિને રોકવા આલ્ફાસાઇપર મેથ્રિન નામની દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડાંગમાં આરોગ્ય શાખા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા આ અંગેની જાણકારી અપાઈ રહી છે તેમજ ઘરે - ઘરે સર્વેલન્સ કરી લોકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સંગ્રહિત પાણીમાં ગપ્પી માછલી મુકી પોરાનો નાશ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હાલ મુખ્ય મથક આહવામાં ઘરે - ઘરે જઈને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે