ડાંગ - નાના ભુલકાઓ તંદુરસ્ત રહે તે માટે તમામ બાળકોને ઘરે જ બાલશક્તિ ટેક હોમ રાશન અપાયું
Live TV
-
કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ સાથે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરાઈ રહી છે.
કોરોના વાઇરસ કોવિડ ૧૯ સામે પ્રતિકાર માટે સાવધાનીના ભાગરૂપે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ સાથે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરાઈ રહી છે. નાના ભુલકાઓ તંદુરસ્ત રહે તેમજ કોરોના વાઇરસથી બચાવવા આંગણવાડી બંધ રાખીને તમામ બાળકોને તેમના ઘરે જ બાલશક્તિ ટેક હોમ રાશન અપાયું હતું. જેમાં જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોના ૩ થી ૬ વર્ષના ૧૬,૫૦૯ બાળકોને અઠવાડિયામાં એકવાર બાળક દિઠ એક કિલો તૈયાર સુખડી અપાઈ રહી છે. જ્યાં સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યાં સુધી આ પ્રકારનું આયોજન કરાયું છે. જેમાં આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા સાત્વિક ફ્રેશ સુખડી બનાવી ઘરે ઘરે વિતરણ કરાય રહ્યું છે.