વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં કોરોના દર્દીઓની સારવાર મુદ્દે મળી બેઠક
Live TV
-
વિનોદ રાવ અને PIUના સભ્યો PPE કિટ પહેરી હોસ્પિટલ અંદર દર્દીઓ, નર્સિસ, ડૉક્ટર સહિતના સ્ટાફની મુલાકાત લીધી હતી
વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.ત્યારે દર્દીને વધુ સારી સારવાર કેવી રીતે આપી શકાય અને સુવિધાને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સર્વિસ પ્રોવાઈડરો સહિત ગાંધીનગર સ્થિત પીઆઈયુ કમિટિનાનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.આ બેઠકમાં તમામ સ્ટાફને હોસ્પિટલની સેવા 24 x7 કાર્યરત રહે તે માટે જરૂરી તમામ કામો પૂર્ણ કર્યા સિવાય હેડ કવાર્ટર નહીં છોડવાનાં આદેશ OSD ડૉક્ટર વિનોદ રાવે કર્યા હતા.તો વિનોદ રાવ અને PIUના સભ્યો PPE કિટ પહેરી હોસ્પિટલ અંદર દર્દીઓ, નર્સિસ, ડૉક્ટર સહિતના સ્ટાફની મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.તો હોસ્પિટલમાં સફાઈનો કોન્ટ્રાક્ટ જેની પાસે છે તેમની નિષ્કાળજી સામે હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રોષ વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત ડૉક્ટર વિનોદ રાવે વડોદરામાં રાહત દરે કોરોનાની સારવાર આપતા પ્રાઇવેટ હોસ્પિટલોનાં ડૉકટરો સહિત મેડીકલેમ ઇન્સ્યુરન્સના અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં કેસો વધવાની શક્યતાને પગલે દર્દીઓને સારામાં સારી સારવાર રાહત દરે કેવી રીતે આપી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.