અમદાવાદમાં કોરોનાની સારવાર બાદ 40 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ, ગુરૂવારે તમામને SVP હોસ્પિટલમાંથી મળી રજા
Live TV
-
અમદાવાદમાં પોઝિટીવ કેસની સંખ્યા 3 હજારને પાર પહોચી
રાજ્યભરમાં કોરોના મહામારીના કારણે લોકોમાં ભય ફેલાયો છે..એવામાં રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યાંથી જ સારા સામાચાર મળ્યા છે..જે મુબજ ગુરૂવારે અમદાવાદની એસવીપી હસ્પિટલમાં કોરોનાની સારવાર કરતા 40 જેટલા દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તમામને રજા આપવામાં આવી છે..દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલના સ્ટાફ અને તબીબોનો આભાર માન્યો હતો..સ્વસ્થ થયેલા દર્દીઓએ પ્રતિભાવો આપતા જણાવ્યુ હતુ કે હોસ્પિટલમાં ઉત્તમ પ્રકારની સેવા આપવામાં આવી રહી છે...તબીબો અને સ્ટાફ દર્દીઓની ખૂબ જ કાળજી લેતા રહ્યા છે..અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાવાર ટ્વીટર પેજ પર દર્દીઓનો વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો..અને આ અંગેની માહિતી પણ શેર કરવામાં આવી હતી..
મહત્વનુ છે કે અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસનો આંકડો 3 હજારને પાર પહોચી ગયો છે ત્યારે ગુરૂવારે 249 નવા કેસ નોંધાતા કુલ 3026 પોઝિટિવ કેસ થયા..રાજ્યમાં કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુરૂવારે 17 દર્દીના મૃત્યુ થયા છે. જેમાંથી 5ના પ્રાથમિક રીતે કોરોનાથી અને 12ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં 12, સુરતમાં 3 અને વડોદરા-આણંદમાં 1-1ના મોત થયા છે. જ્યારે 24 કલાકમાં કોવિડ 19ના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, આણંદમાં 3, અરવલ્લી-1 અને દાહોદ-1 કેસનો સમાવેશ થાય છે. તેમજ 86 દર્દી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,395 દર્દી નોંધાયા છે. જેમાંથી 33 વેન્ટીલેટર પર છે અને 3,535ની હાલત સ્થિર છે. જ્યારે 613 દર્દી સાજા થયા છે અને કુલ મૃત્યુઆંક 214 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64007 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 4395ના પોઝિટિવ અને 59612ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે.
બોપલમાં વધુ 2 પોઝિટિવ કેસ આવ્યા હોવાની વિગતો મળી રહી છે.. બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ જીગાશાબેન શાહે ટ્વિટ કર્યું છે કે, બોપલના કદમ ફ્લેટમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાના અહેવાલ છે.