Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ જિંલ્લો થયો કોરોના મુક્ત, વાવડીનો પુરુષ સારવાર બાદ થયો સાજો

Live TV

X
  • કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં બીજા તબક્કામાં લોકડાઉન અમલમાં છે. ગુજરાત રાજ્યમાં ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ સજા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દંપતિમાં પ્રથમ પતિ બાદ પત્ની પણ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.

         કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં બીજા તબક્કામાં લોકડાઉન અમલમાં છે. ગુજરાત રાજ્યમાં ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ સજા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દંપતિમાં પ્રથમ પતિ બાદ પત્ની પણ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. ત્યારબાદ આજે વધુ એક સુત્રાપાડા તાલુકાના વાવડીનો પુરુષ કોરોનામુક્ત થતા આજે સવારે અમદાવાદ સરકારી હોસ્પિલ કોવીડ-૧૯ ખાતેથી તેઓને રજા આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોરોના વાયરસના ત્રણ દર્દીઓ સાજા થઈ જતા ગીર સોમનાથ જિલ્લો કોરોનામુક્ત થયો છે.
        સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે રહેતા જાદવભાઈ ભિમશીભાઈ પંપાણીયા (ઉ.વ.૪૯) ને  અન્ય બિમારી ના કારણે તેઓને તા.૨૦ એપ્રિલના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોરોના વાયરસનું સેમ્પલ લીધા બાદ પરિક્ષણ થયા પછી કોરોના વાયરસ પોઝીટીવ આવ્યો હતો. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં સતત ૧૦ દિવસની સઘન સારવાર આપવામાં આવતા કોરોના વાયરસના છેલ્લા બે રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. અને આજે તા.૩૦ એપ્રિલના રોજ જાદવભાઈને સરકારી હોસ્પિલ અમદાવાદ ખાતેથી રજા આપવામાં આવી હતી. અને તેઓ આજે તેમના વતન પહોંચી ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply