અમદાવાદમાં સંતુરના સંગીત સાથે ધ્યાન અને મેડીટેશનનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
સમાજમાં યોગ, મેડિટેશનની અગત્યતા જળવાઈ રહે તે હેતુથી અમદાવાદમાં એક આધ્યાત્મિક ક્લબ દ્વારા સંગીત, નૃત્ય, યોગ અને ધ્યાનના કાર્યક્રમો કરવામાં આવે છે.
ભાગદોડવાળી જિંદગીથી લોકોમાં ખૂબ તનાવ જોવા મળતો હોય છે. સમાજમાં યોગ, મેડિટેશનની અગત્યતા જળવાઈ રહે તે હેતુથી અમદાવાદમાં એક આધ્યાત્મિક ક્લબ દ્વારા સંગીત, નૃત્ય, યોગ અને ધ્યાનના કાર્યક્રમો કરવામાં આવે છે. અમદાવાદમાં સમુત્કર્ષ એકેડેમી ખાતે આ ક્લબ દ્વારા સંતુરના સંગીત સાથે ધ્યાન અને મેડીટેશનનો કાર્યક્રમ યોજાઈ ગયો. ખ્યાતનામ સંતુરવાદક સુષ્ટિ અધિકારી દ્વારા સંતુર વાદન સાથે લોકોએ ધ્યાન મગ્ન થઈ મેડિટેશન કર્યું હતું.