ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધારે
Live TV
-
દર વર્ષે ભારતમાં કેન્સરના નવા 15 લાખ કેસો નોંધાય છે. છતાં આર્થિક રીતે સંપન્ન ગણાતા અમેરિકાની સરખામણીમાં આ દર ઘણો ઓછો છે.
ભારતમાં પ્રતિ એક લાખ લોકોએ 100 લોકોને કેન્સરનું નિદાન થાય છે. જ્યારે અમેરિકમાં પ્રતિ એક લાખ લોકોએ 300 લોકો કેન્સરનો ભોગ બને છે. આ આંકડાના ખેલને સમજવાનો સરળ રસ્તો એ છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં યુવાનોનું પ્રમાણ વધારે છે. જ્યારે કેન્સરનો ભોગ મોટી ઉંમરના લોકો વધારે બને છે. જો કે ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.
એક અહેવાલ અનુસાર દુનિયાભરમાં મહિલાઓની તુલનામાં પુરુષોમાં કેન્સરનું પ્રમાણ 25 ટકા વધારે છે જ્યારે ભારતમાં પુરુષો કરતા મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધારે છે. પણ કેન્સરને કારણે થતા મૃત્યુના આંકડા પર નજર કરીએ તો ભારતમાં કેન્સરને કારણે મહિલાઓની તુલનામાં પુરુષોના મોત વધારે થાય છે. તેનું એક કારણ એ છે કે મહિલાઓને થતા કેન્સરમાં સ્તન કેન્સર, ગર્ભાશયના કેન્સર, સર્વાઇકલ અને ઓવેરિયન કેન્સરનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે મોટાભાગના પુરુષોને ફેફસાના અથવા મોંઢાના કેન્સર વધારે થતા હોય છે. જે વધારે જીવલેણ મનાય છે. મહિલાઓને થતા કેન્સરમાં સ્તન કેન્સરનું પ્રમાણ 27 ટકા છે.