મેડિકલ પોસ્ટગ્રેજ્યુએશનના પાઠ્યક્રમોમાં દિવ્યાંગો માટે રાહત
Live TV
-
સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રવેશ માટે આરક્ષણ ક્વોટા 3 ટકાથી વધારી પાંચ ટકા કરી દીધો
મેડિકલ પોસ્ટગ્રેજ્યુએશનના પાઠ્યક્રમોમાં દિવ્યાંગો માટે રાહત આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રવેશ માટે આરક્ષણ ક્વોટા 3 ટકાથી વધારી પાંચ ટકા કરી દીધો છે. તેનો લાભ દિવ્યાંગતાના 21 માપદંડોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને મળશે. આ નિયમમાં ફેરફાર બાદ કાઉન્સીલ માટે ઉપયોગમાં લેવાતા DGHS સોફટવેરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી તેઓ આ નિયમ મુજબ પોતાની નોંધણી કરાવી શકે. સીટો પર નોંધણી કરતા પહેલ તેમનું ચિકિત્સા પરિક્ષણ પણ કરવામમાં આવશે, જેથી દિવ્યાંગતાનું સ્તર નક્કી શકાય, અને આરક્ષિત કોટા મુજબ તેમને પ્રવેશ આપી શકાય