મોદી સરકારની ગરીબોને ભેટ, 50 કરોડ ગરીબોને 5 લાખ રૂપિયા સુધી આરોગ્ય વીમો
Live TV
-
મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ અંતર્ગત આયુષ્યમાન ભારતને કેન્દ્રીય કેબિનેટે લીલીઝંડી આપી દીધી છે..આ યોજના અંતર્ગત વર્ષ 2020 સુધી આશરે 85,217 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે..આ યોજના પર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટી બનાવવાનો પ્રસ્તાવ પણ છે.આ યોજનામાં કેન્દ્ર સરકાર 60 ટકા અને રાજ્ય સરકાર 40 ટકા ખર્ચનું વહન કરશે..
શું છે આયુષ્યમાન ભારતમાં ખાસ
આ યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધી હેલ્થ ઈન્સ્યોરન્સ મળશે..તેમા પરિવારના સભ્યોની સંખ્યા પર કોઈ રોક નહી હોય..કયા પરિવારોને આ યોજનામાં આવરી લેવામાં આવે તે આર્થિક માપદંડના આધારે નક્કી કરાશે..આ યોજનાના દાયરામાં આવતા લાભાર્થીઓ સરકારી અને પસંદ કરાયેલા લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારની સુવિધા મળશે..જે પરિવાર આ યોજના અંતર્ગત આવશે તે દેશભરમાં કોઈ પણ સ્થળે સારવાર લઈ શકશે...મહત્વનુ છે કે નાણામંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કરતી વખતે આરોગ્ય ક્ષેત્રે મોટી યોજના આયુષ્યમાન ભારતની જાહેરાત કરી હતી..જેટલીએ કહ્યુ હતુ કે સ્વસ્થ ભારત બનાવવા માટે દેશભરમાં 1.5 લાખ આરોગ્ય કેન્દ્રો ખોલવામાં આવશે..