અમદાવાદમાં હવામાં વધ્યું પ્રદૂષણનું પ્રમાણ
Live TV
-
દિલ્હી અને અમદાવાદમાં હવાનું પ્રદૂષણ છેલ્લા સપ્તાહમાં સૌથી વધુ નોંધાયું છે
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. દિલ્હી અને અમદાવાદમાં હવાનું પ્રદૂષણ છેલ્લા સપ્તાહમાં સૌથી વધુ નોંધાયું છે. સરકારની સફર વેબસાઈટ પરથી પ્રદૂષણના આંકડા નોંધવામાં આવ્યા છે. અમદાવાદમાં બોપલ, રાયખડ અને પીરાણામાં સૌથી વધુ હવાનું પ્રદૂષણ નોંધાયું છે. એર ક્વોલીટી ઈન્ડેક્સમાં અમદાવાદ રેડ ઝોનમાં છે ત્યારે આંકડાની વાત કરવામાં આવે તો પીરાણામાં 321, રાયખડમાં 305, રખીયાલમાં 230, ચાંદખેડામાં 212, બોપલમાં 173, નવરંગપુરામાં 163, એરપોર્ટ વિસ્તારમાં 200 થી વધુ એર ક્વોલીટી ઈન્ડેકસ નોંધવામાં આવ્યો છે. દિવાળીના પર્વમાં ફટાકડા ફૂટવાને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. મેહુલ શેલતે જણાવ્યું હતું કે, લોકોએ નજીકના સ્થળે જવા માટે ચાલતું જવું અથવા સરકારી સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.