આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ
Live TV
-
આજના દિવસે ડાયાબીટીસ અને તેના ઉપચાર વિશે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમામ પરિવારોને પરવડે તે ભાવે ડાયાબીટીસ ઔષધો મળી રહે તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રયત્નશીલ છે.
આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. 1922માં ઇનસ્યુલિનની શોધમાં મોટું પ્રદાન આપનાર ,ફ્રેડરીક બેન્ટિંગના જન્મ દિવસે દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબીટીસ ડે ની ઉજવણી થાય છે. આ વર્ષે ઉજવણીનું સૂત્ર છે પરિવાર અને ડાયાબિટીસ. ડાયાબિટીસ તે બિનચેપી પરંતુ અનિયમિત જીવનશૈલીને કારણે થતો રોગ છે. ડાયાબીટીસ ટાઇપ વન અને ટૂ હૃદય અને કિડની સંબંધી રોગોને નોતરે છે. આ સંજોગોમાં આજના દિવસે ડાયાબીટીસ અને તેના ઉપચાર વિશે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમામ પરિવારોને પરવડે તે ભાવે ડાયાબીટીસ ઔષધો મળી રહે તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રયત્નશીલ છે.