આયુષ્યમાન ભારત યોજનાથી તાપીની મહિલા દર્દીને મળી વિનામૂલ્યે તબીબી સારવાર
Live TV
-
ડોલવન તાલુકાના ગામ ખુશાલપુરના શિલાબેન તાવમાં સપડાયા હતા, જે તાવ મગજ સુધી પહોંચી ગયો હતો
દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારતનો લાભ લેવાની જાગૃતિ લોકોમાં આવી રહી છે. ગરીબ અને મધ્યમવર્ગ બીમારીના સમયમાં આ યોજના દ્વારા સારવાર કરાવે છે અને સ્વસ્થ્ય બની રહ્યા છે. તાપી જિલ્લાના ડોલવન તાલુકાના ગામ ખુશાલપુરના શિલાબેન તાવમાં સપડાયા હતા. જે તાવ મગજ સુધી પહોંચી ગયો હતો. તેઓ વ્યારાની જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 10 દિવસ સારવાર બાદ તેઓ સ્વસ્થ્ય બન્યા હતા. તેમની હોસ્પિટલનો ખર્ચ આ યોજના દ્વારા સરકારે હોસ્પિટલને ચૂકવ્યો હતો.