ખેડાના કપડવંજમાં પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના થકી હૃદયની બીમારીનું સફળ ઓપરેશન
Live TV
-
તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો અમલ શરૂ થઈ ગયો
દેશમાં પ્રજાના આરોગ્ય લક્ષી અનેક યોજનાઓ અમલમાં છે. ત્યારે તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે ખેડા જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાનો અમલ જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં યોગ્ય રીતે થાય તે માટે કમર કસી રહ્યા છે. મોટામાં મોટી હોસ્પિટલમાં પણ હવે મા કાર્ડ પછી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બધાને લાભ મળતો થયો છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા માં રહેતા ૬૬ વર્ષના જેસંગ ભાઈ ફુલાભાઈ સોલંકીને હૃદયની બીમારીનો નડિયાદ ખાતે આ યોજના અંતર્ગત સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને આ માટે તેમને કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ કરવો પડ્યો ન હતો. આમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આ ગામડાના માનવીને મળેલી સારવારથી તેઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર નરેન્દ્ર મોદીનો આભાર માને છે.