અમદાવાદ સિવિલમાં જોડકા બાળકને સફળ શસ્ત્રક્રિયા દ્વારા અલગ કરાયા
Live TV
-
નવજાત બાળકની કરોડરજ્જુ સાથે સંકળાયેલુ મૃત બાળક પણ જનમ્યુ હતું
અમદાવાદ સિવિલ હોસ્પિટલે પેરાસિટીક કોનજોઈન્ડ ટવીન્સ બાળકને , અલગ કરવાની સફળ શસ્ત્ર ક્રિયા કરીને , સિદ્ધી મેળવી છે. આણંદ જિલ્લાના ઉમરેઠના દંપતિને ઘેર , મહિના પહેલા પારણું બંધાયુ હતુ. પરંતુ નવજાત બાળકની કરોડરજ્જુ સાથે સંકળાયેલુ , મૃત બાળક પણ , જનમ્યુ હતું. સિવિલ હોસ્પિટલે ,આ જોડીયા બાળકોને, છુટા કરાવાનું જટિલ ઓપરેશન કરીને , સિદ્ધી મેળવી છે. વિશ્વમાં ,આવા સાત -આઠ કિસ્સા જ નોંધાયા છે. માતાના ગર્ભમાં , જોડીયા બાળક ઉછર્યા હતા. એક બાળકનો સામાન્ય વિકાસ થયો હતો , જ્યારે બીજા જોડીયા બાળકનો , વિકાસ નહોતો થયો.