સુરતની બ્રેઈન ડેડ યુવતીનું હૃદય 26 વર્ષીય યુવકના શરીરમાં ધબકતુ કરાયુ
Live TV
-
યુવતીનું હાર્ટ 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને મુંબઇ પહોંચાડાયું અને મુંબઇની હોસ્પિટલમાં સુરતના 26 વર્ષના યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું
સુરતમાં કારની ડિક્કી પરથી પડી જતા બ્રેનડેડ થયેલી 21 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવતીના હ્રદય સહિતના અંગોનુ દાન કરી, 6 વ્યક્તિઓને નવજીવન આપી, પરિવારે માનવતા મહેકાવી હતી. ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હૃદય 269 કિ.મી.નું અંતર ,107 મિનિટમાં કાપીને મુંબઈમાં, યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાંથી ,આ 21માં વ્યક્તિનું હ્રદયનું દાન ,કરવામાં આવ્યું છે. જાનવી તેજસ પટેલ ગત ,17મીના રોજ ,કારની ડિક્કી પરથી નીચે ,પડી જતા, માથામા ગંભીર ઈજા થવાથી ,તે બેભાન થઇ ગઈ હતી. જેથી જાનવીને ખાનગી હોસ્પિટલ ખાતે, સારવાર અર્થે ,ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન ,તેને ડોક્ટરો દ્વારા બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. જાનવી બ્રેનડેડ થવાની માહિતી ડોનેટ લાઈફને થતા ,ટીમ ,હોસ્પિટલ પહોંચી હતી. અને જાનવીની માતા અને પરિવારને ,ઓર્ગન ડોનેશન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પરિવાર અંગોના દાન માટે ,સંમત થયા હતા. જેમાં હાર્ટ, લિવર, કિડની અને આંખનું દાન ,સ્વિકારમાં આવ્યું હતું. 2 હૃદયનું દાન સ્વિકારી ,ગ્રીન કોરીડોરની મદદથી ,યુવતીનું હૃદય મુલુંડમાં આવેલી ,ફોર્ટીસ હોસ્પિટલ સુધીનું ,269 કિ.મી.નું અંતર ,107 મિનિટમાં કાપીને ,26 વર્ષીય લાલજી ગેડિયામાં ,ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સુરતમાંથી અત્યાર સુધીમાં, 21 હ્રદયના દાન કરવામાં આવ્યું છે. જેમાં 15 મુંબઈ, 3 અમદાવાદ, 1 ચેન્નઈ, 1 મધ્યપ્રદેશ અને 1 દિલ્હીમાં હાર્ટ દાન કરવામાં આવ્યા છે.