કચ્છમાં ફુલગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે સીઝનલ ફ્લૂનો કહેર
Live TV
-
જિલ્લામાં સીઝનલ ફ્લૂના 97 પોઝીટીવ કેસ નોંધાયા છે તે તમામ દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે
ફુલગુલાબી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં સીઝનલ ફ્લૂનો કહેર યથાવત છે.જિલ્લામાં સીઝનલ ફ્લૂના 97 પોઝીટીવ કેસ નોંધાયા છે.આ તમામ દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.તો કચ્છમાં અત્યાર સુધી સીઝનલ ફ્લૂને કારણે 8 લોકોના મોત થયા છે.જેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.અને કેસમાં વધારો ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.દૂરદર્શન સાથેની વાતચીતમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સીઝનલ ફ્લૂથી બચવા માટે લોકોએ આરોગ્યપ્રદ ઉકાળાનું સેવન કરવું જોઈએ.