Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા સ્વાભિમાન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ

Live TV

X
  • સ્વાભિમાન યોજનામા ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુની માતાઓને પૂરક પોષણ આહાર આપવામાં આવે છે અને દિવાળીના તહેવારોના ઉપલક્ષ્યમાં આ વખતે એક કિલોગ્રામ દેશી ઘીની સુખડી પણ અપાઈ છે

    કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસન તરફથી સ્વાભિમાન કાર્યક્રમનુ આયોજન રાખવામાં આવ્યુ હતુ. સ્વાભિમાન યોજનામા ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુની માતાઓને ૭ કિલોગ્રામ પૂરક પોષણ આહાર આપવામાં આવે છે. દિવાળીના તહેવારોના ઉપલક્ષ્યમાં આ વખતે એક કિલોગ્રામ દેશી ઘીની સુખડી પણ આપવામાં આવી હતી. આજે ડાભેલ વિસ્તારની ૫૦૦ જેટલા ગર્ભવતી મહિલા અને નવજાત શિશુની માતાઓને આ સામ્રગી વિતરણ કરવામાં આવી હતી. નાની દમણ સ્વામી વિવેકાનંદ ઑડિટોરિયમમાં યોજાયલા કાર્યક્રમમાં, જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર, સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સીઓ પરિમલ જાની સહિત સભ્યો હાજર હતા. ગર્ભવતી મહિલાઓને માહિતી આપવામાં આવી હતી કે બાળકના જન્મ પહેલાં અને બાળકના જન્મ પછી કેવી રીતે એમની દેખરેખ કરવાની છે. દમણમાં સ્વાભિમાન યોજનામાં દર મહિને ઘઉ, ચોખા, મગ, દેશી ચણા, તુવેર દાળ, સિંગની ચિક્કી કુલ ૭ કિલોગ્રામ પૂરક પોષણ આપવામાં આવે છે. આ યોજનામાં શ્રેષ્ઠ કાર્ય કરનાર આશા અને આંગણવાડી વર્કરોને પ્રમાણપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply