મહેસાણા-પ્રધાનમંત્રી જીવન જ્યોત તથા પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૨૨ લાખના ચેક નું વિતરણ
Live TV
-
૧૧ લાભાર્થી ઓને પ્રધાનમંત્રી જીવન જ્યોત તથા પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૨૨ લાખ રૂપિયા ના ચેક નું વિતરણ
મહેસાણા દેના બેંક દ્વારા સતર્કતા જાગૃત સપ્તાહ અંતર્ગત ૧૧ લાભાર્થી ઓને પ્રધાનમંત્રી જીવન જ્યોત, તથા પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત, ૨૨ લાખ રૂપિયા ના ચેક નું વિતરણ કર્યું હતું. નોંધનીય છે ,કે ,ભારત સરકાર ની ,આ વીમા યોજના માં ,માત્ર ૩૩૦ રૂપિયા ના, નજીવા પ્રીમીયમ ભરવા થી ,બે લાખ રૂપિયા મળે છે. જેમાં મહેસાણા ખાતે ,૧૧ પરિવાર ના વારસદારો ને ,રૂપિયા ૨૨ લાખ રૂપિયા ના ચેક નું ,વિતરણ થયું હતું. આ રકમ ,પરિજન ના અવસાન બાદ, પરિવાર જનો માટે, ટેકા રૂપ ,બની રહી છે. સતર્કતા જાગૃત સપ્તાહ કાર્યક્રમ માં ,દેના બેંક ની મુખ્ય શાખા ,મુંબઇ ના ,મેનેજર ડાયરેક્ટર, અને C.E.O. કર્નમ શેખર , તથા નાબાર્ડના C.G.M.સી જી એમ સુનીલ ચાવલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ,મહેસાણા, બનાસકાંઠા , પાટણ ,અને સાબરકાંઠા ના ,દેના બેંક ના કર્મચારી ઉપરાંત ,મોટી સંખ્યા માં ,ખેડૂતો, મહિલાઓ ,તથા બેંક ખાતેદાર ,તથા લાભાર્થીઓ ,હાજર રહ્યા હતા