ઝીકા વાયરસના કારણે પંચમહાલ અને દાહોદ જિલ્લાના રાજસ્થાનથી પરત ફરેલા શ્રમિકોની તપાસ
Live TV
-
પંચમહાલ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસતી ધરાવતો જિલ્લો છે. પંચમહાલ તથા પડોશી દાહોદ જિલ્લાના મોટા ભાગના લોકો મજૂરી કે રોજગાર અર્થે સ્થળાંતર કરતા હોય
પંચમહાલ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસતી ધરાવતો જિલ્લો છે. પંચમહાલ તથા પડોશી દાહોદ જિલ્લાના મોટા ભાગના લોકો મજૂરી કે રોજગાર અર્થે સ્થળાંતર કરતા હોય છે. ત્યારે હાલ રાજસ્થાનથી પરત ફરેલા શ્રમિકોની તપાસ કરવામાં આવી રહી છે તેમજ ગોધરા શહેરમાં તથા પંચમહાલ જિલ્લામાં પ્રેક્ટિસ કરતા ખાનગી તબીબો અને I.M.A. તબીબોએ ઝીકા વાયરસ સીઝનલ ફ્લૂ જેવા રોગો સામે કેવા તકેદારીના પગલાં લેવા તે અંગે વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાધ્યાપક અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા તબીબ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા જેઓ એ ઝિકા વાયરસ સિઝનલ ફ્લૂ કોંગો વાયરસ જેવા ચેપી રોગોના લક્ષણો તેના ફેલાવા અને તેની સારવાર અંગે માહિતી આપી હતી.