અમદાવાદ અપોલો કેન્સર સેન્ટરે જટિલ રોગ અને Ph-પોઝિટિવ દર્દી પર કાઇ-મરિક એન્ટિ-જેન રી-સેપ્ટર થેરાપીથી સફળ સારવાર કરી
Live TV
-
અમદાવાદના અપોલો કેન્સર સેન્ટર દ્વારા જટિલ રોગ ધરાવતી અને ખૂબ જ ફેલાયેલા Ph-પોઝિટિવ મહિલા દર્દી પર કાઇ-મરિક એન્ટિ-જેન રી-સેપ્ટર થેરાપીથી સફળ સારવાર કરીને નોંઘપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
ગુજરાત રાજ્યમાં આવો પ્રથમ જટિલ કેસ જોવા મળ્યો હતો. સંપૂર્ણ તપાસ બાદ દર્દીએ ઇમ્યુનો-થેરાપી બાદ રાહત અનુભવી હતી. કેસ અંગે વાત કરતા ડૉ. નાયરે જણાવ્યું હતું કે, “દર્દીને ક્રોનિક લિવર ડિસીસ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બાદ બિમારીએ ઉથલો માર્યો હતો, અન્ય રોગોનો શિકાર હોવાથી CAR-T સેલ થેરાપીથી સારવાર કરવી પડકારજનક હતી.
રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ કેસ હતો. જેમાં તીવ્ર રીતે લિમ્ફો-બ્લાસ્ટિક લ્યુ-કેમિયા ફેલાયેલું હતું. જેની સારવારમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી.