અમદાવાદ ખાતે ૧૦૮ના ૧૪૯ કર્મચારીઓનું આજે વેક્સિનેશન કરાયું
Live TV
-
૧૦૮ સેવા માટે રોજ ચોવીસ કલાક ફરજ બજાવી રહેલાં તમામ કોરોના વોરિયર્સને કોવિડ વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત પ્રાધાન્યતા અપાઇ રહી છે. ઈમરજન્સી સેવાના ૧૪૯ કર્મચારીઓનું આજ રોજ જીવીકે ઈમરજન્સી મેનેજમેંટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે વેક્સિનેશન કરાયું હતું. રસીકરણ વખતે ૧૦૮ સેવાના તમામ કર્મચારીઓને સાંકળી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યનાં લોકોને કુદરતી આફત, રાષ્ટ્રીય/રાજ્ય ધોરી માર્ગ અકસ્માત, રેલ દુર્ઘટના, રોગચાળો, તેમજ શારીરિક બિમારી જેવા અસાધારણ સંજોગોમાં આ કર્મચારીઓ ફરજ બજાવતા રહ્યા છે. આ યોજના હેઠળ દરરોજ સરેરાશ રાજ્યના બત્રીસોથી પાંત્રીસો દર્દીઓને કટોકટીના સમયે નજીકની હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવાઓ પુરી પાડવામાં આવે છે. કોરોના મહામારી કાળમાં પણ આ કર્મચારીઓ મહત્વની સેવા આપી ચૂક્યા છે.