અમદાવાદ સિવિલમાં1લી ફેબ્રુઆરીએ 889 વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
Live TV
-
કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં ફ્રન્ટ લાઇન વોરિયર્સને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ સિવિલમાં 1લી ફેબ્રુઆરીએ 889 વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં 606 હેલ્થ વર્કર અને 283 ફ્રન્ટ લાઇન વોરિયર્સનો સમાવેશ થાય છે. વેક્સિનને લઇને અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી મોદીએ જણાવ્યું હતું કે સિવિલના 3,500 આરોગ્ય કર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. ત્યાર બાદ કોઇને પણ આડઅસર જણાઇ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે વિવિધ પોલીસ એકેડમીમાંથી આવેલા મહિલા પોલીસ કર્મીમાં પણ કોઇ ગંભીર અસર જોવા મળી નથી. રસી બાદ સામાન્ય તાવ આવે કે માથુ દુઃખે તો ગભરાવવું નહીં તેમ પણ જણાવ્યું હતું.