સાબરકાંઠામાં BSC નર્સિંગના વિધાર્થીઓને કોરોના વેક્સિન અપાઇ
Live TV
-
કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માની નવીમેત્રાલની આરડેકતા સાયન્સ કૉલેજમાં બીએસસી નર્સિંગના ત્રીજા વષમાં અભ્યાસ કરતા 140 વિધાર્થીઓને કોરોના વેક્સિન મુકાઈ હતી.
કોરોના વેક્સિનનો પ્રથમ તબક્કો તા.16થી શરુ થયો, ત્યારથી કોરોના વોરિયર્સને સાબરકાંઠા જીલ્લામાં રસી આપવાની કામગીરી તબક્કા વાર ચાલુ છે. તે અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવીમેત્રાલની આરડેકતા સાયન્સ કૉલેજમાં બીએસસી નર્સિંગના ત્રીજા વષમાં અભ્યાસ કરતા 140 વિધાર્થીઓને ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં કોરોના વેક્સિન મુકાઈ હતી. જેમાં કોઈપણ વિધાર્થીને રસીથી આડઅસર થઈ નહોતી અને વિધાર્થીઓએ આવકારીને આમ જનતાને કોરોના રસી લેવા અપીલ કરી હતી. ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી આર. ડી. ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્મા તાલુકામાં પ્રથમ તબક્કાની રસીની 75 ટકા કામગીરી પુરી થઈ ગઈ છે.