Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના દરમાં ઘટાડો કર્યો

Live TV

X
  • અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની ડેઝીગનેટેડ ખાનગી કોવીડ હોસ્પિટલોમાં કોરોના સારવારના દરોમાં ઘટાડો કર્યો છે. રાજયના અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો આજથી અમલ શરુ થઈ ગયો છે. ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ નવ હજાર રૂપિયા હતો તે ઘટાડીને હવે સાત હજાર બસો રુપિયા કરવામાં આવ્યો છે. એચડીયુનો ખર્ચ ૧ર હજાર ૬૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૦ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. વેન્ટીલેશન વગરના આઇસીયુનો દર ૧૮ હજાર પ૦ રૂપિયાથી ઘટાડીને ૧૪ હજાર ૪૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. જયારે વેન્ટીલેટર સાથેના આઇસીયુનો દર ર૧ હજાર ૮પ૦ રૂપિયાથી ઘટાડીને ૧૭ હજાર પ૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આ મહત્વના નિર્ણયથી શહેરની ડેઝીગ્નેટેડ ખાનગી કોવીડ હોસ્પિટલોમાં સારવાર લેનાર કોરોના દર્દીઓને મોટી રાહત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply