અમદાવાદ સિવિલના તબીબોની સિદ્ધિ; 430 ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીનો જીવ બચાવ્યો
Live TV
-
"કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી." જો મનમાં કંઈક સારું કરવાનો, કોઇની મદદ કરવાનો જુસ્સો હોય તો કોઇ જ કામ અશક્ય નથી હોતું. આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ તાજેતરમાં જ અમદાવાદ સિવિલમાં જોવા મળ્યું. મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતિની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું છે. પરંતુ આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેનત અને કોશિશથી સર્વાઇવ થયાનો આ સૌપ્રથમ કિસ્સો છે. આ કિસ્સો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેત્તૃવ હેઠળની ગરીબ દર્દીઓ પ્રત્યેના ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમ અને અમદાવાદ સિવિલના તબીબોની કોશિશ અને કાળજીનો પરિચાયક છે. કારણકે તેમના લીધે જ ઇન્દોરના ગરીબ માતા-પિતાની આ બાળકીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ પામીને મોત પર જીત મેળવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને જે સારવાર મળી તેનો ખર્ચ અન્ય જગ્યાએ રૂપિયા ૧૦ થી ૧૨ લાખ થયો હોત, જે કદાચ આ ગરીબ દંપતીને આર્થિક રીતે ન પરવડ્યો હોત. પરંતુ ગરીબ દર્દીઓ પ્રત્યેના મુખ્યમંત્રીના નેત્તૃવ હેઠળની ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમના લીધે ઇન્દોરના આ પરિવારની બાળકીનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ થયો છે. અને બાળકી અત્યારે હેમખેમ પણ છે