SVP હોસ્પિટલમાં 22 ડિસેમ્બરથી વિવિધ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવશે
Live TV
-
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ એટલે કે એસ.વી.પી. હોસ્પિટલમાં 22 ડિસેમ્બરના રોજથી વિવિધ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવશે. માર્ચ 2020માં અમદાવાદ શહેરમાં કોરોના માહામારીનો ફેલાવો થતા એસ.વી.પી. હોસ્પિટલને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. અને અન્ય શાખાઓની કામગીરી બંધ કરવામાં આવી હતી. પરંતુ હાલમાં શહેરમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં હોસ્પિટલ ખાતે તબક્કાવાર જુદા જુદા વિભાગો ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ જનરલ મેડીસીન, જનરલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડીક, પીડીયાટ્રીક, સ્કીન, ટી.બી. તથા સુપર સ્પેસ્યાલીટી વિભાગો જેવા કે ન્યુરો સર્જરી, ગેસ્ટ્રો, મેડીસીન, કાર્ડીયો થોરાસીક, કાર્ડીયો લોજી,પીડીયાટ્રીક સર્જરી વગેરે વિભાગોની ઓ.પી.ડી.અને ઇન્ડોર સારવાર તેમજ ઓપરેશન આવતી કાલથી કાર્યરત કરવામાં આવ્યું છે. જોકે ઇમરજન્સી સેવાઓ તથા મા-કાર્ડ, પી.એમ. યોજના જેવા સેવાઓ ચાલુ કરવામાં આવશે નહીં