અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાજ્ય સરકારે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરી
Live TV
-
આ હોસ્પિટલમાંથી નિકળતા wasteને જંતુરહિત બનાવવાની કામગીરી પણ પડકારરૂપ છે. અહિંથી રોજ 800 કિલો ઘન કચરાને જંતુરહિત બનાવવા તેનો નિકાલ કરવામાં આવે છે.
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, રાજ્ય સરકારે 1200 બેડની હોસ્પિટલને, ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. ત્યારે આ હોસ્પિટલમાંથી નિકળતા wasteને જંતુરહિત બનાવવાની કામગીરી પણ પડકારરૂપ છે. અહિંથી રોજ 800 કિલો ઘન કચરાને જંતુરહિત બનાવવા તેનો નિકાલ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં વપરાશમાં લેવાતી રોજની અઢી હજાર PPE કીટ અને 1500 N99 માસ્કનો નિકાલ થાય છે. દર્દીઓને ભોજન અને નાસ્તા સમયે આપવામાં આવતી ડિસ્પોઝેબલ ડિશ, પાણીના ગ્લાસ ઉપરાંત , ઈન્જેક્શન નિડલ, કોટન અને માનવમળ જેવા બાયોમેડિકલ wasteનો પણ સમાવેશ થાય છે.