શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા જણાય તો ૧૧૦૦ હેલ્પલાઇન ડાયલ કરવા જિલ્લા કલેક્ટરની અપીલ
Live TV
-
લોકડાઉન દરમિયાન જાહેર જનતાને મૂંઝવતાં શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અભિનવ પહેલના રૂપમાં ૧૧૦૦ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ૧૧૦૦ પર કોલ કરી એમ.ડી. ફિજીશ્યન, સાઇકિયાટ્રીsસ્ટ-મનોવૈજ્ઞાનિક અને એમ.બી.બી.એસ ડોક્ટર્સ ૨૪ x ૭ ટેલીમેડિસીન, ટેલી કાઉન્સેલિંગ, ટેલી એડ્વાઇઝ સેવા આપશે. હેલ્પલાઇન દ્વારા ઘરે બેઠાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોનું સમાધાન થઈ શકશે. જેથી આ હેલ્પલાઇનનો ભાવનગરના લોકોને મહત્તમ ઉપયોગ કરવા ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ અનુરોધ કર્યો છે.