સુરેન્દ્રનગર: આર્યસમાજ મંદિર તેમજ આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું કરાયું વિતરણ
Live TV
-
હાલમાં કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં છે ત્યારે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા સફાઈ કામદારો,પોલીસ કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ, શિક્ષકો જે તેમજ પત્રકારોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે સુરેન્દ્રનગર આર્યસમાજ મંદિર તેમજ આયુષ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર શહેર માં આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
અહી દરરોજ પાંચ હજાર જેટલા કર્મચારીઓ તેમજ શહેરીજનોને આ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. ભારત સરકાર ના આયુષ વિભાગની ગાઈડ લાઇન મુજબ આર્યસમાજના મંદીરમાં આ ઉકાળો બનાવવામાં આવે છે. આ અવસરે સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા, તેમજ આ વિસ્તાર ના ધારાસભ્ય ધનજીભાઈએ આ મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિર દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી.