કેન્દ્રની આરોગ્ય વિભાગની ટિમે રાજકોટની કોવિડ 19 હોસ્પિટલની લીધી મુલાકાત
Live TV
-
રાજકોટ ખાતે આજે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટિમે ખાસ મુલાકાત લીધી હતી. 7 અધિકારીઓની ટિમ દ્વારા આજ રોજ કોવિડ 19 હોસ્પિટલની મુલાકાત લઇ તેમજ મેડિકલ કોલેજ ખાતે અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી રાજકોટના પોઝિટિવ કેસ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે રિપોર્ટ મેળવવામાં આવ્યો હતો અને બાદમાં સૂચન આપવામાં આવ્યા હતા. દિલ્લીથી આવેલા કેન્દ્રના અધિકારીઓનું માનવું છે કે રાજકોટની પરિસ્થિતિ સારી છે અને જે મુજબ આરોગ્ય વિભાગ સાવચેતીથી કામ કરે છે એ મુજબ જ આગળ કામ ચાલુ રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. આ ટિમ દ્વારા કોવિડ - 19 હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ અને લેબોરેટરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ફિલ્ડમાં થતી કામગીરી ચાલુ રાખવા અને જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના બહાર ન ફેલાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.