અરવલ્લીના ધનસુરા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું
Live TV
-
કેમ્પમાં આંખ, દાંત, ઓર્થોપીડિક્સ, ગાયનેકની સમસ્યાથી પીડાતા લોકોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ખાતે નિવૃત્ત કર્મચારી મંડળ તથા તથા વિવિધ હોસ્પિટલોના સહયોગથી, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આંખ, દાંત , ઓર્થોપીડિક્સ, ગાયનેકની સમસ્યાથી પીડાતા લોકોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. ઉપરાત આંખના દર્દીઓને તપાસ બાદ ટીપાં અને મોતિયાના ઓપરેશન પછી, ચશ્માંનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જલારામ હોસ્પિટલના પ્રમુખ ડૉ બંસીભાઈ પટેલ અને અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ભરતભાઈ પરમાર સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.