AMC અને SGVP હોલીસ્ટિક હોસ્પિટલના સહયોગથી હેરીટેજ સ્થળો પર યોગ ફેસ્ટીવલનું આયોજન કરાશે
Live TV
-
AMC અને SGVP હોલીસ્ટિક હોસ્પિટલના સહયોગથી ડિસેમ્બરમાં દર રવિવારે અમદાવાદના જુદા જુદા હેરીટેજ સ્થળો ઉપર યોગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે ઠંડીમાં યોગ, ધ્યાન, કસરત અને મોર્નિંગ વોક કરતા લોકોમાં વધારો જોવા મળે છે. અમદાવાદને હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે AMC અને SGVP હોલીસ્ટિક હોસ્પિટલના સહયોગથી ડિસેમ્બરમાં દર રવિવારે અમદાવાદના જુદા જુદા હેરીટેજ સ્થળો ઉપર યોગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પહેલા દિવસે ભદ્ર કિલ્લાના ચોકમાં ધ્યાન, પ્રાણાયામ તેમજ યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. SGVP હોલીસ્ટીક હોસ્પીટલના સીઈઓ વૈદ્ય ભવદીપ ગણાત્રાએ જણાવ્યું હતું, કે યોગ, આયુર્વેદ અને એલોપેથીના માધ્યમથી લોકો તંદુરસ્ત રહે તે માટે હેરીટેજ યોગ ફેસ્ટીવલનું આયોજન કરાયું છે.