આયુષ્માન ભારત યોજના ગરીબ પરિવારો માટે બની આશીર્વાદરૂપ
Live TV
-
આયુષ્માન ભારત યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં એક મહિલાના ઘુંટણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન ભારત યોજના દેશના કરોડો ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં એક મહિલાના ઘુંટણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. પાલનપુરના સલ્લા ગામમાં રહેતાં ઉગમબેન લુહાર અને તેમનો પરિવાર સામાન્ય પરિસ્થિતિમાં જીવે છે, અને મજૂરીકામ કરીને તેઓ પોતાનું ગુજરાત ચલાવે છે. ઉગમબેનના જમણા પગે જોઇન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવાનું હતું, જેનો ખર્ચ દોઢ લાખ રૂપિયા જેટલો હતો. ત્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં ઉગમબેનનું ઓપરેશન, એકપણ રૂપિયો ચૂકવ્યા વગર મફતમાં થયું છે. અને એક જ દિવસમાં તેઓ ચાલતાં પણ થઈ ગયા છે.