આયુષ્માન ભારત યોજના અંતર્ગત દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં કરાવી શકે છે નિઃશુલ્ક ઇલાજ
Live TV
-
યોજનાનો લાભ લોકો સરળતાથી લઇ શકે માટે મહીસાગર જિલ્લામાં કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરાયું
દુનિયાની સૌથી મોટી હેલ્થકેર આયુષ્માન ભારત યોજના અંતર્ગત દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ નિઃશુલ્ક ઇલાજ કરાવી શકે છે. યોજનાનો લાભ લોકો સરળતાથી લઇ શકે માટે મહીસાગર જિલ્લામાં કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરાયું હતું. મહીસાગર જિલ્લામાં 27 પીએચસી અને 90 સીએચસી પર, આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢી આપવાના કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4,229 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં સાડા ચાર લાખ લાભાર્થીઓને આશા કેમ્પ દ્વારા કાર્ડ કાઢી આપવામાં આવશે. મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 80,000 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની સહીવાળા પત્ર પહોંચાડવામાં આવ્યા છે, જે પત્ર લઈ લાભાર્થીઓ સીએસસી અને પીએચસી પર પહોંચી, પોતાના પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી કરી રહ્યા છે.