આણંદમાં APMS ખાતે અંગદાન અંગે જાગૃતિ લાવવા જન અભિયાન કાર્યક્રમ યોજાયો
Live TV
-
અંગદાન માટે જાગૃતિ લાવવા અને અંગદાન મહાદાનને જન અભિયાન બનાવવા કરુણતાની ભાવના સાથેનો એક કાર્યક્રમ અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખની વિશેષ ઉપસ્થિતમાં આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના વંદે માતરમ્ ભારત માતા સદનમાં આવેલ ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આરંભમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમની શરૂઆત કરતાં એપીએમએસના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) એ સૌને આવકારતા જણાવ્યું કે પ્રમુખ સ્વામીની પ્રેરણાથી વ્યસન મુક્તિ અભિયાન પણ સતત અમારી સંસ્થા ચલાવે છે ને હવે અહીં અંગદાન માટે પણ ખાસ અભિયાન ચલાવાશે. એક મહાન અભિયાન 'અંગદાન મહાદાન'ના પથદર્શક દિલીપભાઈ દેશમુખની સંસ્થા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટને હંમેશા મદદ માટે પોતે તૈયાર રહેશે તેમ પણ પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલે જણાવ્યું હતું.