15 થી 18 વર્ષના કિશોરોને ત્રીજી જાન્યુઆરીથી કોવિડ વિરોધી રસી આપવામાં આવશે
Live TV
-
15 થી 18 વર્ષના કિશોરોને આવતીકાલે ત્રીજી જાન્યુઆરીથી કોવિડ વિરોધી રસી આપવામાં આવશે. રસીકરણ માટે કોવિન પોર્ટલ પર નોંધણી ગઈકાલથી શરૂ થઈ છે.
રસીકરણ કેન્દ્રો પર પણ નોંધણી કરાવી શકાય છે. નોંધણી માટે શાળાનું ઓળખપત્ર કે આધારકાર્ડનો ઉપયોગ થઈ શકશે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બાળકોના પરિવારજનોને રસીકરણ માટે નોંધણી કરાવવાની અપીલ કરી છે. માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, જો બાળકો સુરક્ષિત હશે તો દેશનું ભવિષ્ય સુરક્ષિત છે. એવી જ રીતે આરોગ્ય કર્મચારીઓ અને 60થી વધુ વયના અને એકથી વધુ રોગ ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આગામી 10મી જાન્યુઆરીથી કોવિડનો બુસ્ટર ડોઝ અપાશે.