મોરબીમાં શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવતાં શાળા ૭ દિવસ માટે બંધ
Live TV
-
મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાના નવા 2 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બે કોરોના દર્દી પૈકી એક શાળાનો વિદ્યાર્થી છે શાળામાં 119 વિધાર્થી સહિત સમગ્ર સ્ટાફના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિવાળી સુધી મોરબીમાં કોરોના કેસોમાં રાહત જોવા મળી હતી અને એકપણ એક્ટીવ કેસ ન હતો. ત્યાર બાદ ધીમે ધીમે કોરોના કેસમાં વધારો થયો હતો ત્યારે મંગળવારે એકસાથે બે દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ સચેત થઇ ગયું છે.
કોરોના સંક્રમણ ફેલાતું રોકવા તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે. શાળાના શિક્ષક વિમલ કોટેચાએ જણાવ્યું હતું કે શાળામાં વિધાર્થીને કોરોના પોઝીટીવ આવતા શાળાને ૭ દિવસ માટે બંધ કરવામાં આવી છે અને વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.