આદિવાસી મહિલાની એસટી બસમાં થઇ પ્રસુતિ
Live TV
-
ડૉકટર અને તેની ટીમે તાત્કાલિક રીતે બસમાં જ કરી સલામત રીતે કરાવી પ્રસુતિ.
પંચમહાલના ગોધરા નજીક એક એવી ઘટના બની હતી. જ્યાં માનવતા મહેકી ઉઠી હતી. પંચમહાલના ગોધરા નજીકની રાજપીપળાથી મજૂરી કરીને એસટી બસમાં માદરે વતન ફતેપુરા જઈ રહેલા આદિવાસી મહિલાને ગોધરા નજીક અચાનક પ્રસૂતિની પીડા શરુ થઈ.ગઈ હતી. તેમની હાલત ગંભીર હોવાથી બસના ડ્રાઇવર અને કંડક્ટરએ સમય બગડયા વગર એસટી બસ ગોધરા સીવીલ હોસ્પિટલ પાસે લાવીને સીવીલ સર્જન ડૉ.સાગરને જાણ કરી હતી. ડૉ.સાગર અને તેમની ટીમે તાત્કાલિક બસની અંદર જ મહિલાની સલામત રીતે પ્રસુતિ કરાવી હતી. આ ગંભીર પ્રસંગે બસના સ્ટાફ, મુસાફરો, તથા ગોધરા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ દેખાડેલી તત્કાલ સૂઝ અને માનવતાના કારણે મહિલા અને નવજાત બાળક બંને સલામત છે.