Skip to main content
Settings Settings for Dark

મોરબીની સરકારી માટે સરકારે 2.25 કરોડ કર્યા મંજુર

Live TV

X
  • હોસ્પિટલમાં દરરોજ 500 દર્દીઓની ઓપીડી અને 50 થી 55 જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે.

    નવરચિત મોરબી જિલ્લામાં આવેલી એક માત્ર સરકારી આંખની હોસ્પિટલ વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં જર્જરિત થઇ ગઈ હતી.આ અંગે લાંબા સમયથી થતી રજુઆતો બાદ તાજેતરમાં રાજ્ય સરકારે અદ્યતન હોસ્પિટલ બનાવવા માટે રૂ.2.25 કરોડ મંજુર કર્યા છે.

    મોરબી શહેરમાં આવેલી સરકારી આંખની હોસ્પિટલ વર્ષો જુના બિલ્ડીંગમાં ચાલી રહી છે. આ હોસ્પિટલમાં આંખના નિષ્ણાંત સર્જન તરીકે છેલ્લા ૩૪ વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવા આપનાર અને સમગ્ર ગુજરાત રાજયમાં સૌથી વધુ મોતિયાના સફળ ઓપરેશન કરનાર ડો.વી.સી.કાતરીયા પર દર્દીઓ અભૂતપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. આ હોસ્પિટલમાં મોરબી જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી દર્દીઓ ઓપરેશન કરવવા આવે છે. જેથી હોસ્પિટલમાં રોજ 500 દર્દીઓની ઓપીડી અને રોજ 50 થી 55 જેટલા મોતિયાના ઓપરેશન ડો.કાતરીયા એકલા હાથે કરે છે.100 બેડની આ હોસ્પિટલ વર્ષ 2001 માં આવેલા ભૂકંપમાં જર્જરિત થઈ ગઈ હતી .જેથી આ હોસ્પિટલનું આધુનીક બિલ્ડીંગ બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ભૂતકાળમાં અનેક વખત રજુઆતો કરી હતી.જેથી તાજેતરમાં રાજ્યસરકારે ૧૫૦ બેડની અદ્યતન આંખની હોસ્પિટલ બનાવવા માટે રૂ.૨.૨૫ કરોડ ગ્રાન્ટ ફાળવી છે.

    આ ગ્રાંટ ની રકમ ફળવાઈ જતા ટૂંક સમયમાં અતિ આધુનિક સુવિધાવાળી હોસ્પિટલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.ઉપરાંત , આ નવી બનનારી હોસ્પિટલમાં દર્દીઓને તમામ આધુનિક સાધનો વડે સારવાર મળે તે માટે જરૂર પડ્યે વધારે ગ્રાન્ટ રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ મંજુર કરાવી આવવાની પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તૈયારી દર્શાવી છે.

    આ નવી સરકારી આંખની હોસ્પિટલનું બાંધકામ ઝનાના હોસ્પિટલના આગળના ભાગમાં રોડ સાઈડ આવેલ ખુલ્લી જગ્યા પર કરી જાહેર જનતાને અપર્ણ કરવામાં આવશે.સરકારના અભિગમ મુજબ નવી આંખની હોસ્પિટલનું બાંધકામ આધુનીક અને કોર્પોરેટ ટાઈપનું કરવામાં આવશે.રાજ્ય સરકારે આંખની હોસ્પિટલના નિર્માણ કાર્યને લીલી ઝંડી આપી દેતા છે.સરકારના આ નિર્ણયને મોરબીના અગ્રણીઓએ આવકાર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
apply