આયુષ્યમાન ભારતઃ રામપુરના હસમુખભાઈને પગના ઑપરેશનમાં મળ્યો લાભ
Live TV
-
કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક દર્દીને આ યોજનાનો લાભ મળ્યો છે.
મોડાસા તાલુકાના રામપુર ગામના હસમુખ ભાઈ ઓડ, કડિયાકામ કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે કડિયાકામ કરતી વખતે તેમનો પગ લપસી જતાં તેઓના પગે ફેક્ચર થયું હતું, જેથી પગમાં પ્લેટ નાખવાની ફરજ પડી હતી.
જેનો ખર્ચ ત્રીસ હજાર રૂપિયાની આસપાસ થવાનો અંદાજ હતો. જો કે આયુષ્માન યોજના હેઠળ તેઓની સારવાર વિનામૂલ્યે થઇ અને તેઓ કેન્દ્ર સરકારનો આ માટે આભાર માની રહ્યા છે.