વડોદરાની ઔષધ લેબમાં ફ્રાન્સનું બાયોલોજીકલ ટેસ્ટિંગ ઈકવિપમેન્ટ સ્થાપિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશન મોડ હેઠળ દેશભરમાં સર્વ પ્રથમવાર વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં ફ્રાન્સની બનાવટનું ઓટોમેટેડ માઈક્રો બાયોલોજીકલ ટેસ્ટિંગ ઈકવિપમેન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે. જેનો હેતુ સરકારી ખોરાક અને ઔષધ પરીક્ષણ પ્રયોગશાળાઓને અદ્યતન બનાવવાનો તેમજ સચોટ પરીક્ષણ સુવિધાઓથી સુસજ્જ કરવાનો છે.
FSSAI અને ફ્રાન્સ પ્રશાસન વચ્ચે થયેલા MOUના અમલ રૂપે દેશની સરકારી ખોરાક અને ઔષધ પ્રયોગશાળાઓ પૈકી પ્રથમવાર ગુજરાતમાં વડોદરાની સરકારી પ્રયોગશાળામાં આ અતિ આધુનિક ઉપકરણ રૂ.૬.૫ કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવ્યું છે તેમજ હાલમાં પ્રાયોગિક ધોરણે તેનું સંચાલન થઈ રહ્યું છે. આ ઉપકરણ થી ખાદ્ય પદાર્થો અને દવાઓ બંનેનું પરીક્ષણ થઈ શકે છે.
આ નવી પહેલ અન્વયે દેશની અને ગુજરાતની પ્રયોગશાળાઓના ખોરાક અને ઔષધ વિશ્વલેશકોને તાલીમ આપવા માટે રાજ્યના ખોરાક અને ઔષધ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ પાંચ દિવસની કાર્યશાળાનું વડોદરા પ્રયોગશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમી વર્કશોપમાં ૨૧ જેટલા ફૂડ વિશ્લેષ્કોએ ભાગ લીધો હતો.