સુરતઃ ભીમપોરના ચંદ્રાબેનને મળ્યો આયુષ્યમાન ભારત યોજનાનો લાભ
Live TV
-
સુરત શહેરના પશ્ચિમ છેવાડે આવેલ ભીમપોર ગામમાં રહેતા ચંદ્રા બહેનને તીવ્ર હ્રદય રોગનો હુમલો થતા તેમણે સુરતની બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ચંદ્રા બહેનની આર્થિક પરિસ્થિતિ સારી નથી. પણ હોસ્પિટલ ખાતે તેમની સારવાર આયુષ્યમાન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત શરૂ કરી દેવામાં આવતા તેમને જીવનદાન મળ્યું છે. આમ આ યોજનાનો લાભ દેશભરના જરૂરિયાતમંદ લોકો મેળવી રહ્યાં છે.
આયુષ્યમાન ભારત યોજના હેઠળ લોકો આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવી રહ્યાં છે. જે અંતર્ગત ગાંધીનગરના સેક્ટર 24 માં આવેલી પગરવ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના અતંર્ગત કમુબેન રાઠોડની સારવાર ચાલી રહી છે. જેઓને ઝાડા ઉલ્ટીના કારણે શરીરમાં અશક્તિની ફરિયાદ થતા તેમના પરિવારના સભ્યોએ કમુબેનને તેમણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમને આયુષ્યમાન ભારત યોજનો લાભ મળ્યો હતો.
નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્યની સૌથી સારામાં સારી અને સસ્તી સુવિધા મળી રહે તે આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન ભારત યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત દેશના 50 લાખ પરિવારોને નિઃશુલ્ક આરોગ્યની સુવિધા સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં મળી રહી છે