આયુષ મંત્રાલય દ્વારા સોમવારે વિશ્વ હોમિયોપેથી દિવસ પર વૈજ્ઞાનિક સંમેલનનું આયોજન
Live TV
-
આયુષ મંત્રાલય સોમવારે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિવસ પર વૈજ્ઞાનિક સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનની થીમ હોમિયોપરિવાર- સર્વજન સ્વાસ્થ્ય, એક આરોગ્ય, એક કુટુંબ છે. હોમિયોપેથીના સ્થાપક ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનમેનની જન્મદિનની યાદમાં વિશ્વ હોમિયોપેથી દિવસ મનાવવામાં આવે છે.
સંમેલન દરમિયાન, નીતિના પાસાઓ, હોમિયોપેથીમાં પ્રગતિ, સંશોધન પુરાવાઓ અને હોમિયોપેથીમાં ક્લિનિકલ અનુભવો પર વિવિધ સત્રો યોજવામાં આવશે. આ વૈજ્ઞાનિક સંમેલન વિવિધ મુખ્ય હિસ્સેદારોની ચર્ચાઓ દ્વારા સંશોધન, શિક્ષણ અને સંકલિત સંભાળમાં હોમિયોપેથિક એકીકરણના ભાવિ રોડમેપની સમજ આપશે.