વિશ્વ હોમિયોપથી દિવસઃ દવાની એક પદ્ધતિ છે જે માને છે કે શરીર પોતાને સાજા કરી શકે
Live TV
-
આજે વિશ્વ હોમિયોપથી દિવસ છે. હોમિયોપેથી એ ચિકિત્સાવિજ્ઞાન છે અને દવાની એક પદ્ધતિ છે જે માને છે કે શરીર પોતાને સાજા કરી શકે છે.
આજે વિશ્વ હોમિયોપથી દિવસ છે. હોમિયોપેથી એ ચિકિત્સાવિજ્ઞાન છે અને દવાની એક પદ્ધતિ છે જે માને છે કે શરીર પોતાને સાજા કરી શકે છે. આ ચિકિત્સા પદ્ધતિના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનમાન છે. 10 એપ્રિલના રોજ ડૉ. સેમ્યુઅલ હૉનમાનનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસને વિશ્વ હોમિયોપથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
હોમિયોપથીના ડોક્ટરો ઓછી માત્રામાં કુદરતી પદાર્થો જેમ કે છોડ અને ખનિજોનો ઉપયોગ કરે છે. તેઓ માને છે કે આ ઉપચાર પ્રક્રિયાને ઉત્તેજીત કરે છે. હોમિયોપેથી વિશે જાગૃતિ લાવવા માટે 10 એપ્રિલે વિશ્વ હોમિયોપથી દિવસ મનાવવામાં આવે છે. હોમિયોપથી એ ઍલોપથી અને અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે.
હોમિયોપથીના ઔષધો ગંધક, પારો, સોનું, જસત, કલાઈ, ચાંદી, લોખંડ, ચૂનો, તાંબુ અને ટેલ્યૂરિયમ જેવા તત્વો તેમજ છોડ કે તમનાં મૂળ, છાલ, વિવિધ પ્રાણીઓનાં અંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ઍલોપથીનાં મોંઘી દવાઓની તુલનામાં આ દવાઓ એકંદરે સસ્તી હોય છે અને મોટે ભાગે તેની આડ અસરો થતી નથી, તેથી ઘણા લોકો હોમિયોપથીની દવાઓ વધારે પસંદ કરે છે.