આહવા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ નર્સિંગ સ્ટાફના પ્રશ્નો મુદ્દે હડતાલ પર ઉતર્યા
Live TV
-
રાજ્યભરમાં હોસ્પિટલના કર્મચારીઓ અને નર્સિગ સ્ટાફ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. જો કે, કોરોના કાળમાં કોઇ દર્દીને તકલીફ ન પડે તે રીતે આહવામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આહવા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ નર્સિંગ સ્ટાફના પ્રશ્નો મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. જેમાં રેગ્યુલર સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો. જો કે, હોસ્પિટલમાં રહેલા દર્દીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.