Skip to main content
Settings Settings for Dark

L&T હજીરા દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને Oxygen Generatorsની ભેટ

Live TV

X
  • સુરતની બે હોસ્પિટલને Oxygen Generators અર્પણ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટિલ , અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની ઉપસ્થિતિમાં  L&T હજીરા દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને Oxygen Generators આપવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં 5 ઓક્સિજન પ્લાન્ટ અપાશે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કુલ મળીને 2 સહિત વડોદરામાં 2 અને અમદાવાદમાં પણ 1 અપાશે. આ ઓક્સિજન પ્લાન્ટ 1 મિનિટમાં 700 લિટર ઓક્સિજન જનરેટ કરે છે. આ પ્લાન્ટને કારણે હવે ઓક્સિજનની જરૂરિયાત હળવી થશે. L&T એ ખૂબ જ ઝડપથી આ કાર્ય પાર પાડ્યું છે. જે બદલ  સી.આર.પાટિલે સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં ખોલવડ ખાતે દીનબંધુ હોસ્પિટલમાં નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું પણ,  સી.આર.પાટિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply