મહીસાગર જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં ઈજિપ્ત દેશ દ્વારા મોકલવામાં આવી મદદ
Live TV
-
વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના સંકટ સમયમાં મહામારી સામે મજબૂતીથી લડવા ભારતની મદદે અનેક દેશો આવ્યા છે, અને આ દેશો દ્વારા ઓક્સિજન, વેક્સિન, મેડિકલ સંસાધનો સહિત વિવિધ પ્રકારે મદદ કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં ઈજિપ્ત દેશ દ્વારા મોકલવામાં આવેલા ડિફીબ્રીલેટર શોક્સ અને ઇલેક્ટ્રોકાર્ડિઓગ્રામ મળતાં હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકે કોરોના મહામારીના સમયમાં દર્દીઓ માટે ઉપયોગી આ સંસાધનો અંગે માહિતી આપતા દાતા દેશનો આભાર વ્યક્ત કર્યો હતો.