રાજ્યમાં કોવીડ-19થી સાજા થયાના દરમાં સતત વધારો; રાજ્યમાં સાજા થવાનો દર 84.85%
Live TV
-
રાજ્યમાં આજે કોરોનાના નવા 8210 કેસો નોંધાયા અને 14,483 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. જયારે રાજ્યમાં આજે કુલ 29,844 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્યમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 8 હજાર 210 કેસ નોંધાયા હતા. જ્યારે 14 હજાર 483 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કેસની વિગતે વાત કરીએ તો, અમદાવાદમાં આજે 2 હજાર 240, વડોદરામાં 519, સુરતમાં 482, રાજકોટમાં 372, જામનગરમાં 212, જૂનાગઢમાં 227, ભાવનગરમાં 160, ગાંધીનગરમાં 84, મહેસાણામાં 174, કચ્છમાં 173 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તો રાજ્યમાં આજે કોરોનાના કારણે કુલ 82 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કુલ 6 લાખ 38 હજાર 590 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં સાજા થવાનો દર 84.85% ટકા થયો છે.
રાજ્યમાં રસીકરણની વાત કરીયે તો હાલ સુધીમાં 18 થી 45 વર્ષની વય ધરાવતા કુલ 4 લાખ 80 હજાર 108 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 47 લાખ 81 હજાર 755 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.