ઓરી રૂબેલા રસીકરણની ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાઇને ન ગભરાવાની સલાહ આપે છે તંત્ર
Live TV
-
દેશભરમાં વર્ષ 2020 સુધી મિઝલ્સ નાબૂદી અને રૂબેલા ના નિયંત્રણ માટે 9 માસથી 15 વર્ષ સુધીના તમામ બાળકોને મિઝલ્સ અને રૂબેલાની એક રસી આપવા માટે અભિયાન હાથ ધરાયું
ઓરી રૂબેલા રસીકરણ બાબતે ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાઇને ગભરાવું નહી દેશભરમાં વર્ષ 2020 સુધી મિઝલ્સ નાબૂદી અને રૂબેલા ના નિયંત્રણ માટે 9 માસથી 15 વર્ષ સુધીના તમામ બાળકોને મિઝલ્સ અને રૂબેલાની એક રસી આપવા માટે અભિયાન હાથ ધરવામાં આવેલ છે. વાલી-વારસોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાઈને ગભરાવાની જરૂર નથી અને બાળકને અગાઉ રસી અપાવી હોય તો પણ આ રસી પુન: લેવાની થાય છે. આ રસી ગુણવતાના તમામ માપદંડ પાસ કરેલ છે. તદ્ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે તે મુજબનું અધિકારીએ જણાવ્યું હતુ.